Shree Mahalakshmi Mata Trust
Search
 
spacer
 
The Temple
 
Shree Mahalakshmi Mataji Temple

મંદિર બાંધવાની જગ્યાનું ભૂમિપૂજન તા. ૧૦ ડીસેમ્બર ૧૯૮૭ ના રોજ કરવામાં આવ્યુ હતુ.
શ્રી મહાલક્ષ્મી માતાજીની સુંદર મૂર્તી બનાવી પ્રખ્યાત શિલ્પકાર શ્રી સોમપુરાએ.
તા. ૨૯ જાન્યુઆરી ૧૯૯૦, વસંતપંચમીનાં દિવસે મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો.
શ્રી મહાલક્ષ્મી માતાજીની મૂર્તીને સાથે શ્રી ગણપતી દાદા તથા શ્રી બટુક ભૈરવ ની મૂર્તીઓની શોભાયાત્રા નવા બનાવેલ મંદિરે આવી.

સ્વામી શ્રી મનૂવર્યજીના શુભહસ્તે મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યુ.

 
મંદિરનાં બાંધકામ અને ટ્રસ્ટની પ્રવૃત્તિઓમાં મહત્વનો ફાળો આપનાર વ્યક્તિઓ:
 
શ્રી વિપિનભાઈ પી. શાહ (એડવોકેટ)
 
શ્રી વિપિનભાઈ પી. શાહ (એડવોકેટ) શ્રી મહાલક્ષ્મી માતા ટ્ર્સ્ટનાં મેનેજીંગ ટ્ર્સ્ટી છે. તેઓ આ ટ્ર્સ્ટની રચના કરવામાં આવી ત્યારથી ટ્ર્સ્ટી તરીકેની સેવા આપી રહ્યા છે. તેઓ ખૂબજ અનુભવી એડવોકેટ છે અને ગુજરાત રાજ્યનાં કો-ઓપેરેટીવ બાર એસોસીએશનનાં પ્રમુખ રહી ચૂકેલા છે.
તેમની આગેવાની હેઠળ ટ્રસ્ટ અનેક ધાર્મિક તેમજ સામાજીક તથા ચેરીટેબલ પ્રવૃત્તિઓ સફળ રીતે કરી રહેલ છે.
આ ટ્રસ્ટ સીવાય તેઓ બીજી ઘણી ધાર્મિક, સામાજીક અને ચેરીટેબલ સંસ્થાઓ જોડે સંકળાએલા છે.
 
 
સ્વ. શ્રી અમરપ્રસાદભાઈ બી. વૈદ્ય:
 
સ્વ. શ્રી અમરપ્રસાદભાઈ બી. વૈદ્ય આ ટ્ર્સ્ટની રચના કરવામાં આવી ત્યારથી ટ્ર્સ્ટી તરીકેની સેવા આપી રહ્યા હતા. આયુર્વેદિક કોલેજની સ્થાપના કરવા માટે પહેલ કરનાર વ્યક્તિઓમાં ના એક હતા.
આ ટ્રસ્ટ સીવાય તેઓ બીજી ઘણી ધાર્મિક, સામાજીક અને ચેરીટેબલ સંસ્થાઓ જોડે સંકળાએલા હતા. આ ટ્રસ્ટની રચના કરવા માટે તેમણે ખૂબ મહેનત કરી હતી. શ્રી મહાલક્ષ્મી માતાજી નું એક સુંદર મંદિર બંધાવવાનું તેમનું સ્વપ્ન હતુ.
 
 
સ્વ. શ્રી સારાભાઈ જી. પટેલ
 
સ્વ. શ્રી સારાભાઈ જી. પટેલ આ ટ્ર્સ્ટની રચના કરવામાં આવી ત્યારથી ટ્ર્સ્ટી તરીકેની સેવા આપી રહ્યા હતા. તેમણે શ્રી મહાલક્ષ્મી માતાજી ના મંદિર ના બાંધકામ માટે મોટી રકમનો ફાળો આપ્યો હતો.
 
Temple Hours
Shree Mahalakshmi Mataji Temple Hours
શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરમાં દર્શન - આરતી ના સમય:
 
ઉનાળામાં:
સવારે ૭:૦૦ થી બપોરે ૧૨:૩૦ સુધી અને
સાંજે ૫:૦૦ થી રાત્રે ૯:૦૦ સુધી
આરતી સવારે ૯:૦૦ અને સાંજે ૭:૦૦
 
શિયાળામાં:
સવારે ૭:૦૦ થી બપોરે ૧૨:૩૦ સુધી અને
સાંજે ૫:૦૦ થી રાત્રે ૯:૦૦ સુધી
આરતી સવારે ૯:૦૦ અને સાંજે ૬:૩૦
 
Events
Events at Shree Mahalakshmi Mataji Temple
શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં યોજાતા વિવિધ ધાર્મીક કાર્યક્રમોની સૂચી
 
 
Photogallery
Photo Gallery
 
 
 
   
 
શ્રી મહાલક્ષ્મી માતા ટ્ર્સ્ટ
રચયિતા, બનાવનાર અને જાળવનાર
ભાવિ ઈલેકટ્રોમેક