Shree Mahalakshmi Mata Trust
Search
 
spacer
 
Shree Mahalakshmi Mataji
 
Shree Mahalakshmi Mataji
શ્રી મહાલક્ષ્મી દેવીનું પ્રાગટ્ય અને મહાત્મ્ય

માતા દુર્ગા એટલે કે જગદંબાનાં સાત્વીક, રાજસ અને તામસ ગુણ તરીકે સરસ્વતી,મહાલક્ષ્મી અને મહાકાળી ત્રણેય વિદ્યમાન છે. જેઓ અનુક્રમે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર ભગવાન ની સેવા માં પ્રવૃત છે.

દેવ - દાનવો એ સંધિ કરી સમુદ્ર મંથન કરી અમૃત મેળવવાની યોજના બનાવી અને સમુદ્ર મંથન કરવા લાગ્યા. ત્યારે એક પછી એક અનેક વસ્તુઓ મળવા લાગી. તેમાં પ્રથમ વિષ, કૌસ્તુભ મણિ, ઐરાવત હાથી, ઉચ્ચરૌ:શ્રવા ધોડો,સુંદર અપ્સરાઓ વગેરેની સાથે મહાલક્ષ્મી દેવીજી પણ પ્રગટ થયા. તેમના દૈદીપ્યમાન સ્વરૂપથી દેવો – અસુરો બધાં જ મંત્ર-મુગ્ધ થયા. તેમને મેળવવા સૌ કોઇએ તેમને એક પછી એક ભેટો આપવા માંડી, જેનાથી તેઓ વધુ સુંદર દેખાવા લાગ્યા. પરંતુ દેવો-અસુરો ની વચ્ચે બિરાજેલ પુર્ણ પુરૂષોત્તમ એવા શ્રી નારાયાણ ને જ મહાલક્ષ્મીજી એ વરમાળા પહેરાવી તેમને વર્યા.

મહાલક્ષ્મીજી મહાન, સાધ્વી, સૌભાગ્યવતી, ક્ષમામૂર્તિ, સ્વરૂપવાન, સુંદર આચરણોથી સુશોભિત અને સદા ધર્મનું પાલન કરનાર માતાજી છે. વિષ્ણુનાં હ્રદયપ્રદેશમાં અધિવાસ કરે છે.

જેઓ પાતાળ માં બિરાજે છે ત્યારે નાગલક્ષ્મી કહેવાય છે. પ્રુથ્વી ઉપર ગૃહલક્ષ્મી તરીકે, રાજા સાથે રાજલક્ષ્મી તરીકે તથા સ્વર્ગ માં ઇન્દ્ર સાથે સ્વર્ગલક્ષ્મી તરીકે જે તે લોકના સમુદાય નું રક્ષણ – પાલન – પોષણ કરે છે. જેઓ નારાયણ સાથે મહાલક્ષ્મી તરીકે ઓળખાય છે.
 
વસંત પંચમી નું મહાત્મ્ય
 
વસંતપંચમી ના રોજ મહાલક્ષ્મીજી ને કામદેવ નામનો પુત્ર જન્મયો. આમ પોતાના વહાલા પુત્રનો જન્મદિવસ હોવાથી મહાલક્ષ્મીજી નો આ પ્રિય દિવસ છે. જે દિવસે પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી હોય છે. જેથી આપોઆપ જ મંગલ દિવસ નો અનુભવ થાય છે. જાણે કે લક્ષ્મીજી પ્રસન્ન હોય એવી અનુભૂતિ થાય છે.
 
 
શુક્રવાર નું મહાત્મ્ય
 
મહાલક્ષ્મીજી વૈભવ એટલે કે ભૌતિક સુખ આપનાર દેવી છે. શુક્ર ગ્રહ પણ ભૌતિક સુખ-વૈભવ આપનાર ગ્રહ છે. આથી શુક્રવારે ભૌતિક સુખ મેળવવા માટે મહલક્ષ્મીજી ની પૂજા-ભક્તિ કરવામાં આવે છે.
 
 
ધનતેરસનું મહાત્મ્ય:
 

વિક્રમ સંવતના આસો (અશ્વિન) મહિનાની વદ તેરસે (કૃષ્ણ પક્ષની તેરસ) ધનતેરસનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે.

ભારતમાં અને દુનિયાભરમાં વસતા હિંદુઓ નો સૌથી મોટો અને મહત્વનો દિવાળીનો તહેવાર ની શરૂઆત નો બીજો દિવસ એટલે ધનતેરસ.

ધન એટલે લક્ષ્મી. પાંચ દિવસના દિવાળી ઉત્સવમાંનો ધનતેરસનો દિવસ વહેપારી વર્ગ માટે ખૂબજ મહત્વનો દિવસ છે.  આ દિવસે ઘર તેમજ વેપાર-ધંધાની જગ્યા સાફ-સૂફ કરી, રંગ-રોગાન કરીને શણગારવામાં આવે છે. પ્રવેશદ્વારને તોરણોથી સજાવવામાં આવે છે, આંગણાને રંગોળીથી સજાવી લક્ષ્મીદેવીને આવકારવાની તૈયારી કરવામાં આવે છે. આખી રાત દિવા પ્રગટાવવામાં આવે છે. આ પવિત્ર દિવસે સ્ત્રીઓ સોનું, ચાંદી અથવા એક-બે નવા વાસણો અચૂક ખરીદે છે. સાંજે લક્ષ્મીદેવીની પૂજા કરવામાં આવે છે અને ભજન-સ્તોત્ર તથા આરતી ગાઈને અને નૈવેધ્ય ધરાવીને લક્ષ્મીદેવીને પ્રસન્ન કરી તેમની કૃપા માંગવામા આવે છે.

આ ઉત્સવ નુ હાર્દ સમુદ્રમંથનની દંતકથા સાથે સંકળાયેલું છે.
દેવ અને દાનવો દ્વારા કરાયેલ સમુદ્રમંથન દરમ્યાન પહેલા ‘કાલકૂટ’ વિષ નીકળ્યુ જે ભગવાન શિવ પી ગયા. વધુ સમુદ્રમંથન દરમ્યાન ‘અપ્સરા’ નો ઉદભવ થયો. આ પછી સમુદ્રના દૂધ જેવા સફેદ મોજાઓની વચ્ચેથી દૈદીપ્યમાન દેખાવવાળા એક દેવી પ્રગટ થયા. તેઓ એક પૂર્ણ વિકસીત કમળની ઉપર ઉભા હતા, ગળામાં કમળ-પુષ્પનો હાર હતો, અને હાથમાં પણ કમળ ગ્રહણ કર્યુ હતુ. તેઓ અતિશય સુંદર અને મોહક સ્મિત વેરી રહ્યા હતા. તે લક્ષ્મીદેવી હતા.

પ્રજાજનો દિવાળી ઉત્સવની ખરીદી આ દિવસથી શરૂ કરે છે. ફટાકડા, મીણબત્તી, કોડિયા, દીવા, ગણેશજીની તેમજ લક્ષ્મીદેવીની મૂર્તીઓ, મિઠાઈ, રમકડાં વિગેરે ખરીદે છે જે દિવાળીની ઉજવણી માટે હોય છે.

વહેપારી વર્ગ આ દિવસે નવા હિસાબી ચોપડા ખરીદે છે અને શણગારીને તૈયાર કરે છે. દિવાળીના દિવસે ચોપડા-પૂજન કરી નવા વર્ષમાં વધુ સમૃધ્ધી આવે એવી ભાવના રાખે છે.
 
 
Temple Hours
Shree Mahalakshmi Mataji Temple Hours
શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરમાં દર્શન - આરતી ના સમય:
 
ઉનાળામાં:
સવારે ૭:૦૦ થી બપોરે ૧૨:૩૦ સુધી અને
સાંજે ૫:૦૦ થી રાત્રે ૯:૦૦ સુધી
આરતી સવારે ૯:૦૦ અને સાંજે ૭:૦૦
 
શિયાળામાં:
સવારે ૭:૦૦ થી બપોરે ૧૨:૩૦ સુધી અને
સાંજે ૫:૦૦ થી રાત્રે ૯:૦૦ સુધી
આરતી સવારે ૯:૦૦ અને સાંજે ૬:૩૦
 
Events
Events at Shree Mahalakshmi Mataji Temple
શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં યોજાતા વિવિધ ધાર્મીક કાર્યક્રમોની સૂચી
 
 
Photogallery
Photo Gallery
 
 
 
   
 
શ્રી મહાલક્ષ્મી માતા ટ્ર્સ્ટ
રચયિતા, બનાવનાર અને જાળવનાર
ભાવિ ઈલેકટ્રોમેક