Shree Mahalakshmi Mata Trust
Search
 
spacer
 
Activities
 
શ્રી મહાલક્ષ્મી માતા ટ્રસ્ટ સંચાલિત પ્રવૃત્તિઓ:

ટ્રસ્ટ દ્વારા મંદિરમાં વર્ષ દરમ્યાન વખતો વખત ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે.

Inauguration of the Foood Grain Distribution Activity
શ્રી મહાલક્ષ્મી માતા ટ્રસ્ટ સંચાલિત “શ્રી મહાલક્ષ્મી માતા અન્નક્ષેત્ર” તરફથી નીચલા તથા જરૂરીયાતવાળા મધ્યમ વર્ગના લોકોને ઘઉંનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવે છે. જેમાં આજ દિન સુધી હજારો કુટુંબોઍ આ યોજનાનો લાભ લીધો છે. તેમજ વર્ષ દરમ્યાન જરૂરીયાતવાળા કુટુંબોને ઘઉં ઉપરાંત ચોખા, દાળ, ખાંડ, તેલ, ગોળ વિગેરેનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવે છે.

તા. ૧૩/૩/૨૦૦૫ નાં રોજ અન્નક્ષેત્રનું ઉદઘાટન પ. પૂજ્ય બ્રહ્મર્ષિ, વિદ્યાવાચસ્પતિ ડૉ કે. કા. શાસ્ત્રીજીનાં હસ્તકે થયેલ.                                                                                                                                                                                                                                                                                                                           
Inauguration of the Foood Grain Distribution Activity
અન્નક્ષેત્રના ઉપક્રમે પ્રતિ વર્ષ શિયાળામાં ધાબાળા અથવા સ્વેટરનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવે છે. જેમાં આજદિન સુધી હજારો કુટુંબોએ આ યોજનાનો લાભ લીધો છે.

                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                         
Eye Check up Camp
ટ્રસ્ટના ઉપક્રમે “નેત્ર જ્યોત” કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંખના નિષ્ણાત સર્જનોએ હાજરી આપી હતી અને જરૂરીયાતવાળા સેંકડો દર્દીઓને તપાસીને માર્ગદર્શન આપેલ હતું. આ કેમ્પમાં જરૂરીયાતવાળા લોકોને આંખના નંબર કાઢી આપવામાં આવ્યા હતા અને સેંકડોની સંખ્યામાં વિના મૂલ્યે ચશ્મા આપવામાં આવ્યા હતા.

ટ્રસ્ટના ઉપક્રમે સંપૂર્ણ શારીરિક તપાસનો કેમ્પ યોજેલ જેમાં લોહીની સંપૂર્ણ તપાસ, ડાયાબીટીસની તપાસ, કીડનીની પ્રારંભિક તપાસ, લીવરની પ્રારંભિક તપાસ, ચરબીની તપાસ (ટોટલ કોલેસ્ટ્રોલ) ઉપરાંત બ્લડપ્રેશર, છાતીનો એક્સરે તેમજ નિષ્ણાત ફીઝીશીયન દ્વારા નિદાન કરવામાં આવેલ. વધુમાં નિષ્ણાત તબીબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું અને આ યોજના હાલમાં પણ ચાલુ છે.

સમુહ લગ્નમાં પરણતી કન્યાઓને ટ્ર્સ્ટ તરફથી વખતોવખત મહાલક્ષ્મી માતાજીની પ્રસાદી રૂપે સાડીઓ આપવામાં આવેલ છે.

કુદરતી આફત જેવી કે ધરતીકંપ, પૂર જેવા કપરા સમયે ટ્ર્સ્ટ તરફથી ફૂડ પેકેટ, અનાજ તેમજ તૈયાર કપડાનું વિતરણ કરવામાં આવેલ છે.
Help in times of Natural Calamities

ચાલુ વર્ષે વિધાર્થીઓને રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવેલ છે.

ટ્ર્સ્ટ ઉપર જણાવેલ વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. તેમજ આ ઉપરાંત અન્ય ધાર્મિક તેમજ સામાજીક તથા ચેરીટેબલ પ્રવૃત્તિઓ કરી રહેલ છે. 
Temple Hours
Shree Mahalakshmi Mataji Temple Hours
શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરમાં દર્શન - આરતી ના સમય:
 
ઉનાળામાં:
સવારે ૭:૦૦ થી બપોરે ૧૨:૩૦ સુધી અને
સાંજે ૫:૦૦ થી રાત્રે ૯:૦૦ સુધી
આરતી સવારે ૯:૦૦ અને સાંજે ૭:૦૦
 
શિયાળામાં:
સવારે ૭:૦૦ થી બપોરે ૧૨:૩૦ સુધી અને
સાંજે ૫:૦૦ થી રાત્રે ૯:૦૦ સુધી
આરતી સવારે ૯:૦૦ અને સાંજે ૬:૩૦
 
Events
Events at Shree Mahalakshmi Mataji Temple
શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં યોજાતા વિવિધ ધાર્મીક કાર્યક્રમોની સૂચી
 
 
Photogallery
Photo Gallery
 
 
 
   
 
શ્રી મહાલક્ષ્મી માતા ટ્ર્સ્ટ
રચયિતા, બનાવનાર અને જાળવનાર
ભાવિ ઈલેકટ્રોમેક